Sun,17 November 2024,8:14 pm
Print
header

ફરી વિવાદમાં ગાયક ગીતા રબારી, આરોગ્યના સ્ટાફને ઘરે બોલાવીને લીધી રસી

ભૂજઃ અગાઉ કોરોનાની સ્થિતીમાં પણ ટોળા ભેગા કરનાર પ્રસિદ્ધ ગાયક ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યાં છે આ વખતે તેમને આરોગ્યકર્મીને ઘરે બોલાવીને કોરોનાની રસી લીધી છે જે નિયમની વિરુદ્ધમાં છે લોકો કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે તેમ છંતા ઘણી વખત તેમને પણ રસી નથી મળતી અને આ ગાયક કલાકારે આરોગ્યકર્મીને ઘરે બોલાવીને પોતાના પરિવારને રસી અપાવી છે.

ગીતા રબારીએ ઘરે વેક્સિન લીધી છે અને તેના ફોટો સોશિયલ મીડિયામાં મુકતા તે વાઇરલ થયા છે જો કે બાદમાં તેમને ફોટો હટાવી લીધા છે. સવાલ ઉભા થઇ રહ્યાં છે આ ગાયકને વીઆઇપી જેવી સુવિધા આખરે કેમ આપવામાં આવી રહી છે બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ ઘરે જઇને રસી આપનાર માધપરના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch