Sun,17 November 2024,3:02 am
Print
header

અમદાવાદઃ ઘાટલોડિયા વૃદ્ધ દંપતિ હત્યા કેસમાં પૌત્રીની પૂછપરછ, પોલીસની અનેક ટીમો દ્વારા તપાસ

વૃદ્ધ દંપતિની ધારદાર હથિયારથી કરાઇ છે હત્યા 

અમદાવાદઃ ઘાટલોડિયા ડબલ મર્ડર કેસમાં શંકાને આધારે પૌત્રીની પોલીસે પૂછપરછ કરી છે. વૃદ્ધ દંપતિની પૌત્રી ઘરેથી નીકળ્યાંના અડધા કલાક બાદ જ અહીં ખૂની ખેલ ખેલાયો હતો, પોલીસે પૌત્રીનો મોબાઇલ કબ્જે કરીને તેની તપાસ કરી હતી. પોલીસે દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

મંગળવારે સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા ઘરે ગયો હતો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો, અહીં જોયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. આ અંગે તેણે ફોનથી દંપતીના પુત્ર કિરણભાઈ તથા આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. હત્યા લૂંટના ઇરાદે કરાઇ હોવાનું સામે આવ્યું હતુ, પોલીસે આ કેસની ઉંડી તપાસ શરૂ કરી છે. સીસીટીવીની તપાસ કરાઇ છે અનેક લોકોની પૂછપરછ કરાઇ છે.

નોંધનિય છે કે ઘાટલોડિયાની પારસમણી સોસાયટીમાં દયાનંદ શાનભાગ અને વિજયાલક્ષ્મી શાનભાગ રહેતા હતા જેમનો પુત્ર અડાલજ રહેતો હતો અને અહીં તેમની પૌત્રી દાદા-દાદી સાથે રહેતી હતી, હત્યા સમયે પૌત્રી ઘરની બહાર હતી.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch