Sat,16 November 2024,6:24 am
Print
header

ગાઝિયાબાદમાં 100 થી વધુ ગાયો જીવતી સળગી, ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ ગૌશાળા સુધી પહોંચી- Gujarat Post

ઉત્તર પ્રદેશઃ ગાઝિયાબાદની ઝૂંપડપટ્ટીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ ઝૂંપડપટ્ટી ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ઝૂંપડપટ્ટી પાસે એક ગૌશાળા પણ છે. હિંડોન નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આ ભીષણ આગમાં 100થી વધુ ગાયોના બળી જતા મોત થઇ ગયા છે. ગાઝિયાબાદની ઝૂંપડપટ્ટીની બાજુમાં કચરો પડયો હતો. અહીં એક નાની જ્વાળા ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી, જેથી આગને સમગ્ર વિસ્તારને ઝપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો.

સિલિન્ડર ફાટવાને કારણે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી લોકોમાં ડર ફેલાઇ ગયો ગયો હતો. સીએમ યોગીએ ઘટનાની તાપસના આદેશ આપ્યાં છે. આગ એટલી જોરદાર હતી કે પુરી ગૌશાળાને ઝપેટમાં લીધી હતી. ત્યાં ઘણી ગાયો બાંધેલી હતી, જેમાંથી કેટલીક ગાયોને ગૌશાળાના માલિકે બહાર કાઢી હતી. શ્રી કૃષ્ણ ગૌસેવાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે કચરામાં લાગેલી આગને કારણે 100થી વધુ ગાયોના મોત થયા છે. ધુમાડાને કારણે આસપાસની ઈમારતો પણ ખાલી કરાવવામાં આવી છે.

ગાઝિયાબાદના કાનવાણી ગામમાં લગભગ 1.30 વાગ્યે ભીષણ આગ લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.લોકોએ તાત્કાલિક આગ ઓલવવા માટે પાણી રેડવાનું શરૂ કર્યું હતું, પરંતુ પવનને કારણે આગ વધુ વિકરાળ બની હતી.ફાયર વિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch