Mon,18 November 2024,3:50 am
Print
header

નરાધમ શિક્ષકને સજા કરો...ગીર સોમનાથમાં વિદ્યાર્થિનીને પાસ કરવાની લાલચ આપીને કર્યું દુષ્કર્મ

આરોપીનો ફાઇલ ફોટો

ગીર સોમનાથઃ શિક્ષક અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુ પરમારનું કૃત્ય માફ કરવાને લાયક નથી, ઉનામાં વાસનાંધ સરકારી શાળાના શિક્ષક બાબુએ ધોરણ-10માં સારા માર્કસથી પાસ કરાવી દેવાની લાલચ આપીને એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમે દેલવાડાના ગેસ્ટ હાઉસમાં બોલાવીને વિદ્યાર્થીનીની જિંદગી બરબાદ કરી નાખી છે. 

ધોરણ-10ની વિદ્યાર્થીની ઉનામાં ક્લાસિસ ચલાવતા બાબુ પરમાર પાસે ગઇ હતી પછી બાબુએ કહ્યું હતુ કે તારે ક્લાસિસની જરૂર નથી હું બેઠો છું તને પાસ કરાવી દઇશ પછી બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થતી હતી. બાદમાં આ નરાધમે વિદ્યાર્થીનીને ગેસ્ટ હાઉસમાં બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતુ સાથે જ ધમકી આપી હતી કે મારા ઉપર સુધી કોન્ટેક્ટ છે જો તું કોઇને આ વાતની જાણ કરીશ તો તને છોડીશ નહીં, જો કે હિંમત કરીને વિદ્યાર્થીનીના પરિવારે ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે, બીજી તરફ લાંછન લગાડનારી આ ઘટનાથી શિક્ષણ જગતમાં રોષ વ્યાપી ગયો છે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch