Sun,17 November 2024,1:18 pm
Print
header

શાળાઓમાં ખોરાક માટે વપરાતા પ્લાસ્ટીકના ચોખા ખરેખર શું છે ? જાણો વધુ વિગતો

ગીર ગઢડા ગામની શાળામાં પ્લાસ્ટીકના ચોખા મળી આવતા કેટલાંક વાલીઓએ હોબાળો કર્યોં

પ્લાસ્ટીકના ચોખા ખરેખર ફોર્ટીફાઇટ ચોખા હોય છે, જે પ્રોટીન, વિટામીન સાથે કોટેડ હોય છે

અગાઉ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્લાસ્ટીકના ચોખાના નામે થઇ ચુક્યો છે વિવાદ

બાળકોને જમવામાં પુરતા તત્વો મળી રહે તે માટે બનાવવામાં આવે છે

ગાંધીનગર સ્થિત એફએસએલમાં ફોર્ટીફાઇટ ચોખાનું પરીક્ષણ થઇ ચુક્યું છે

રાજકોટઃ ગીર ગઢડાના વેળાકોટ ગામમાં ગઇકાલે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની યોજના હેઠળ જ્યારે ચોખાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેમાં કેટલાંક વાલીઓએ ફરિયાદ કરી હતી કે તેમાં અસલી ચોખાને બદલે પ્લાસ્ટીકના ચોખા છે.જે વાત વાયુવેગે ફેલાતા અન્ય વાલીઓએ તપાસ કરી હતી. કેટલાંક લોકોએ ચોખા પરત આપવાનું નક્કી કર્યું હતું. આ અંગે ગીર ગઢડાના મામલતદારને જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતા, સ્થાનિક ગ્રામજનોને સમજાવ્યું હતું કે આ ચોખા પ્લાસ્ટીકના નહીં પણ ફોર્ટીફાઇટ ચોખા છે. જે વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે કેટલીક માત્રામાં ઉમેરવામાં આવે છે. જેથી ગ્રામજનોને રાહત થઇ હતી. પરંતુ હજુ પણ કેટલાંક લોકોને આ મામલે ગેરમાન્યતા છે. 

ગીરગઢડાના વેળાકોટમાં જ નહીં આ પહેલા પણ પ્લાસ્ટીકના ચોખાનો વિવાદ થયો હતો. એફએસએલ પાસે આ ચોખાનો રિપોર્ટ કરાવવામાં પણ આવ્યો હતો.હકીકતમાં આ પ્લાસ્ટીકના ચોખા શુ છે ? તે કઇ રીતે તૈયાર કરવામાં આવે છે ? તેને તૈયાર કરવા માટેનો ઉદ્દે શું છે ? તે જાણી લેવું જરૂરી છે. ગાંધીનગર સ્થિત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અંતર્ગત એફઆરએલ એટલે કે ફૂડ રિસર્ચ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જ્યાં સરકારી યોજનામાં મળતા અનાજ ની તપાસ કરવામાં આવે છે. ફૂડ રિસર્ચ  લેબોરેટરીમાં આ ચોખાની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો છે કે આ ચોખા ખરેખર પ્લાસ્ટીકના નહીં પણ ફોર્ટીફાઇડ ચોખા છે. 

આ અંગે એફએસએલના અધિકારી જી પી દરબાર કહે છે કે તે હાલ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ચોખા આપવામાં આવે છે. જે ચોખામાં ફોર્ટીફાઇટ ચોખા ઉમેરવામાં આવે છે. આ ફોર્ટીફાઇટ ચોખામાં વિટામીન ડી 3, બી-12 અને આર્યન તેમજ વિટામીન એ હોય છે. જેથી આ ચોખા સામાન્ય ચોખા કરતા અલગ જણાય આવે છે. આ ચોખા તૈયાર કરવાની ખાસ પધ્ધતિ છે જેમાં ચોખાનો લોટ તૈયાર કરવામાં આવે છે અને તે લોટમાં વિટામીન ડી 3, બી-12 અને આર્યન તેમજ વિટામીન એ ના તત્વો ઉમેરવામાં આવે છે. બાદમાં ફરીથી પ્રક્રિયા કરીને લોટને ચોખાનો આકાર આપવામાં આવે છે એક ચોક્કસ માત્રામાં ચોખામાં તેને ઉમેરવામાં આવે છે. આ ચોખાને એફઆરકે એટલે ફોર્ટીફાઇટ રાઇસ કર્નલ કહેવામાં આવે છે. ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવાનો સરકારનો હેતુએ હતો કે કુપોષિત વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને વિદ્યાર્થીઓને વધુ લાભ થઇ શકે. માટે આ ચોખા તૈયાર કરાયા છે. જેનાથી વિદ્યાર્થીઓને કે અન્ય કોઇ વ્યક્તિને કોઇ નુકસાન થતુ નથી તેમના માટે આ ચોખા આરોગ્યકારક છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch