Sat,21 September 2024,8:37 am
Print
header

આવી અંધશ્રદ્ધાં સમાજ માટે ખતરનાક....સુરેન્દ્રનગરમાં 10 માસની માસૂમ બાળકીને આપ્યાં સોયના ડામ

સુરેન્દ્રનગરઃ એકવીસમી સદીમાં આજના આધુનિય યુગમાં પણ સમાજમાંથી સમયાંતરે અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. 10 મહિનાની બાળકીને ડામ આપવામાં આવતાં તબિયત લથડી હતી, જેને  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

પાટડી તાલુકાના વડગામ ખાતે 10 મહિનાની બાળકીને તાવ આવતો હોવાથી તેના પરિવારજનો વડગામના મંદિરે તેને લઇ ગયા હતા. ત્યાં સકરીમા નામની મહિલા દ્વારા આ બાળકીને ગરમ સોયના ડામ અપાયા હતા. બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવતા તેની તબિયત લથડી હતી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બાળકીને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે. ત્યારે બાળકોને કોઇ બિમારી હોય તો તેમને ડોકટર પાસે લઇ જવા જોઇએ નહીં કે કોઇ ભૂવા પાસે...આવી અંધશ્રદ્ધાં સમાજ માટે ખતરનાક બની રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch