Sun,17 November 2024,3:18 am
Print
header

વલસાડઃ ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી યુવતીની લાશ

સંસ્થામાં કામ કરનાર માનસી ગુપ્તા લોકોને આત્મહત્યા ન કરવા માટે કરતી હતી જાગૃત

મૃતક 18 વર્ષીય યુવતી વડોદરામાં કરતી હતી અભ્યાસ 

વલસાડઃ દિવાળીના દિવસે જ સવારમાં વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાંથી એક યુવતીની લાશ મળી આવી છે, ટ્રેનના કોચમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં આ યુવતી મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

માનસી નામની 18 વર્ષની યુવતીના મોત પહેલા કોઈ તેનો પીછો કરતું હોવાનો તેને OASIS સંસ્થાને મેસેજ કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. આ બનાવથી માનસીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેના પિતાએ જણાવ્યું છે કે માનસી અભ્યાસમાં હોશિયાર હતી, ધોરણ-10માં તે વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી હતી. તેનો પરિવાર નવસારીના જલારામનગરમાં રહે છે. આ યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી સાથે જ સામાજિક સંસ્થામાં પણ કામ કરતી હતી. તે સંસ્થાના કામ માટે ઓળખીતા શિક્ષકને મળવા માટે ગઇ હતી અને પછી હવે તેની લાશ મળી આવી છે, જો કે આ આત્મહત્યા છે કે કોઇ ષડયંત્ર તેની હજુ સુધી ખબર પડી નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch