અનેક ગુજરાતી પરિવારો નવરાત્રીમાં જોડાયા
મા આદ્ય શક્તિની વિદેશની ધરતી પર પૂજા અર્ચના
પિસ્કાટવે (ન્યૂ જર્સી): અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પિસ્કાટવે ટાઉનશિપ સ્થિત ગાયત્રી મંદિરમાં નવ દિવસીય નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વયજૂથના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર માતાજીના ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.













