Mon,18 November 2024,5:54 am
Print
header

ગોધરામાં માનસિક અસ્વસ્થ યુવક ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો અને પછી....

સદ્દનસીબે ચાલુ વીજપ્રવાહ વચ્ચે જીવ બચી ગયો, યુવકને હોસ્પિટલ ખસેડાયો

ગોધરાઃ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલા વીજ થાંભલાની ડીપી પર એક યુવક ચઢી ગયો હતો. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જો કે આ યુવકનો બચાવ કરાયો છે. તેને હાથમાં ગંભીર ઇજાઓ થવાથી તે બેભાન થઇ ગયો હતો.  આ સમયે દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક જીઇબીના સ્ટાફે આવીને ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો હતો.

વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતુ કે આ યુવક માનિસક અસ્વસ્થ હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. ચાલુ પ્રવાહના ટ્રાન્સફોર્મરને અડ્યા બાદ યુવકનો જીવ બચી જતા તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch