Sun,17 November 2024,6:51 pm
Print
header

ગોંડલના બાંદરા નજીક લીમડો કાપતી વખતે લોખંડનો ઘોડો વીજલાઇનને અડી ગયો, બે સગાં ભાઈઓનાં મોત

રાજકોટઃ ગોંડલના કંટોલિયા બાંદરા રોડ પર વોરાકોટડાના ધર્મેન્દ્ર જસાણીની વાડી આવેલી છે, ખેતરમાં મલેશિયન લીમડાનાં વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ લીમડાનાં વૃક્ષો કાપવા માટે શ્રમિકો લોખંડનો ઘોડો લઈને ખેતરમાં જતા હતા, ખેતર ઉપરથી પસાર થતી 11 કે.વી. ઇલેક્ટ્રિકલાઈન સાથે લોખંડનો ઘોડો અડી જતાં શોર્ટ લાગતાં બે સગાં ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે આ ઘટનાની જાણ થતા ખેતર માલિક ધર્મેશભાઇ સહિત આજુબાજુનાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા.

કંટોલિયા-બાંદરા રોડ પર વોરાકોટડામાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણીએ મલેશિયન લીમડા વાવ્યાં છે. આ લીમડા કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પીયુષ વસંતભાઈ મકવાણા અને તેમના નાનાભાઈ મયૂર કરી રહ્યાં હતા. આજે સવારે 10  વાગ્યાની આસપાસ બન્ને ભાઈઓ લીમડા કાપી રહ્યાં હતા. લોખંડનો ઘોડો વાડી ઉપરથી પસાર થતી 11 કે.વીની લાઈનને અડી જતાં વીજ કરંટ લાગતાં બંને ભાઈઓનાં મોત થયા છે.

બન્ને ભાઈઓ અપરિણીત હતા અને વૃક્ષો કાપવાનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. આ બનાવની જાણ તાલુકા પોલીસ અને PGVCLના અધિકારીઓને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકોનાં પરિવારજનોને જાણ થતા હૈયાફાટ રુદન કર્યું હતું, બંન્નેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch