Sat,21 September 2024,2:57 am
Print
header

Google Chrome ની ડિઝાઇન બદલાવા જઈ રહી છે, મજબૂત સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ થશે, સીઈઓ સુંદર પિચાઈએ કરી પુષ્ટિ

જો તમે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમારે Google Chrome નો પણ ઉપયોગ કરવો જોઈએ. Google Chrome હાલમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે.તમે દિવસમાં ઘણી વખત Google Chrome નો ઉપયોગ કર્યો હશે પરંતુ શું તમે ક્યારેય તેની ઉંમર વિશે વિચાર્યું છે ? જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે Google Chrome 15 વર્ષનું થઈ ગયું છે.

Google Chrome નો વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો ઉપયોગ કરે છે. જ્યારે પણ કોઈ વેબસાઈટની મુલાકાત લેવાની હોય છે, ત્યારે Google Chrome ની સૌથી પહેલા મુલાકાત લે છે. કંપની તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતી રહે છે. હવે જ્યારે દુનિયાનું સૌથી મોટું બ્રાઉઝર 15 વર્ષનું થવા જઈ રહ્યું છે ત્યારે કંપની યુઝર્સ માટે ઘણા નવા અપડેટ્સ લાવવા જઈ રહી છે. Google જાહેરાત કરી છે કે Chrome ના યુઝર્સ ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર એક મોટું અપડેટ મેળવવા જઈ રહ્યાં છે.

યુઝર્સને આ નવા ફીચર્સ મળશે

Google CEO સુંદર પિચાઈએ પુષ્ટિ કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં Google Chrome બ્રાઉઝરમાં ઘણી નવી સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવશે. આવનારા દિવસોમાં ડેસ્કટોપ યુઝર્સને ક્રોમ બ્રાઉઝર નવી ડિઝાઇનમાં જોવા મળશે. પોતાના બ્લોગ પોસ્ટમાં માહિતી આપતા Google કહ્યું કે ટૂંક સમયમાં તેની લોડિંગ સ્પીડ વધવાની છે. બ્રાઉઝરમાં સેવ કરેલા પાસવર્ડને સેવ કરવા માટે નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવશે.

સુંદર પિચાઈએ X પર પોસ્ટ કર્યું કે સપ્ટેમ્બર મહિનામાં બીજો મોટો માઈલસ્ટોન પૂરો થવા જઈ રહ્યો છે. આ મારા હૃદયની ખૂબ નજીક છે. આ મહિને Google Chrome 15 વર્ષનું થશે અને આ અવસર પર તેના ડેસ્કટોપ વર્ઝનને નવો લુક આપવામાં આવશે. વપરાશકર્તાઓને હવે સરળ નેવિગેશન, આધુનિક ડિઝાઇન તેમજ વધુ કસ્ટમાઇઝેશન વિકલ્પો મળશે.

યુઝર્સ થીમ બદલી શકશે

તાજેતરમાં જ ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સમાં ફેરફાર કર્યા છે. આ સાથે કંપનીએ Chrome બ્રાઉઝરની કલર સ્કીમમાં પણ ફેરફાર કર્યો છે. Chrome આઇકોન હવે નવા કલર પેલેટમાં ડિઝાઇન કરવામાં આવ્યાં છે. વપરાશકર્તાઓ Chrome માં તેમની પ્રોફાઇલમાંથી તેની થીમ પણ બદલી શકશે. યુઝર્સને હવે બ્રાઉઝરમાં OS લેવલ સેટિંગ્સ પણ મળશે. હવે Chrome એક્સટેન્શનને પણ ઝડપથી એક્સેસ કરી શકાય છે. કંપની ટૂંક સમયમાં Chrome બ્રાઉઝરમાં AI ફીચર્સ પણ વધારશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch