Sun,17 November 2024,5:09 am
Print
header

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

નવી દિલ્હી: દિવાળી પહેલા કેંદ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે.જેનો ફાયદો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ મોંઘવારી ભથ્થામાં નવો વધારો આ વર્ષે 1 જુલાઈથી લાગુ પડશે. અગાઉ જુલાઈમાં સરકારે મોંઘવારી ભથ્થું (DA Hike) 11 ટકા વધારીને 28 ટકા કર્યું હતુ, તે પછી હવે તેમાં 3 ટકાનો વધારો કરાયો છે. આ કારણે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 31 ટકા DA મળશે.

સરકારની આ જાહેરાતથી 47.14 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. શ્રમ મંત્રાલયે તાજેતરમાં જૂન, જુલાઇ અને ઓગસ્ટ માટે  (AICPI) ડેટા જાહેર કર્યો છે. ઓગસ્ટમાં બહાર પાડવામાં આવેલ AICPI ઈન્ડેક્સ દર્શાવે છે કે તે 123 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. ઇન્ડેક્સ જેટલો ઉંચો વધે છે, તેટલી મોંઘવારીનું સ્તર ઉંચુ સૂચવે છે. જેને કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) ની જાહેરાત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch