Sun,17 November 2024,4:49 am
Print
header

રાજ્યમાં વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ, બોનસને લઇને મોટી જાહેરાત

રાજ્ય સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ઉત્સાહ 

ગાંધીનગરઃ દિવાળીના તહેવારો પહેલા જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટી જાહેરાત કરી છે. નાણાં વિભાગની જાહેરાત મુજબ વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરાઇ છે. જેનો હજારો કર્મચારીઓને લાભ થશે આ કર્મચારીઓને બોનસ પેટે રૂપિયા 3500 ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ લાભ મળશે, તારીખ 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓને આ લાભ આપવામાં આવશે. ત્યારે સરકારની આ જાહેરાતથી કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે, દિવાળી પહેલા જ તેમને બોનસની ભેટ મળી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch