Sun,17 November 2024,12:01 am
Print
header

ગુજરાત સરકારે કોરોના સહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વના આદેશ કર્યાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારે કોરોના સહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવશે.મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટરો સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યૂં કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે. એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

ગાંધીનગર શહેરી વિસ્તારના કુલ 61 કોરોના સહાય લાભાર્થીઓના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે અગાઉ કોરોના સહાયની પ્રક્રિયાને જટિલ બનાવવા મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમે સરકારને ઉધડી લીધી હતી.તે  પછી સરકારે સ્ક્રૂટિની કમિટીની રચનાનો આદેશ રદ કર્યો હતો.

કોરોના મૃતકના પરિવારોને સરકારે જાહેર કરેલી સહાય મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સહાય ફોર્મ ભરવા માટે દસ્તાવેજો મેળવવામાં લોકોના નાકે દમ આવી જાય છે. સહાય મેળવવા માટે MCCD સર્ટિફિકેટ મેળવવામાં લોકોને ધક્કા ખાવા પડે છે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા એએમસીના જન્મ મરણ સેન્ટર ખાતે સવારથી જ મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવવા કોરોના મૃતકોના પરિવારજનોની લાંબી લાઈનો લાગે અને ફોર્મ આપવા માટે પડાપડી થાય છે.

કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મ્હોર લગાવી દીધી છે. કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગુ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch