Sat,16 November 2024,3:30 pm
Print
header

ગઢડાની સરકારી સ્કૂલનો શિક્ષક સસ્પેન્ડ, ધોરણ 6 ની બાળકીને મોકલતો હતો ગંદા મેસેજ- Gujarat Post

બોટાદઃ એક શિક્ષક સરકારી પ્રાથમિક શાળામાં ઓનલાઇન કલાસમાં ધો.6ની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો, શિક્ષકે પહેલા વિદ્યાર્થિનીને મદદરૂપ થવા માટે થોડા સમય સુધી મોબાઇલ પર શિક્ષણની વાતચીત કરી હતી. બાદમાં આ શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલવાના ચાલુ કર્યાં હતા, બાળકીએ આ વાતની જાણ તેના પરિવારને કરતા અશ્લીલ મેસેજ મોકલનારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરી હતી, બાદમાં શિક્ષણ વિભાગે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે.

ગઢડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક એસ.એ.બોળાતર ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થિનીના સંર્પકમાં આવ્યો હતો. શિક્ષકે પહેલા વિદ્યાર્થિનીને મદદરૂપ થવાની વાત કરી હતી.થોડા સમય સુધી મોબાઇલ પર શિક્ષણની વાતચીત કર્યા પછી શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું હતુ, વિદ્યાર્થિનીને લાલચમાં લેવા માટે ગિફ્ટ પણ મોકલતો હતો. ગભરાયેલી વિદ્યાર્થિનીએ પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરિવારે શાળાના આચાર્ય સમક્ષ આ મામલે ફરિયાદ કરી હતી.આ બાબત શિક્ષણ વિભાગ સુધી પહોંચતા બોટાદના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષક એસ.એ.બોળાતરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરાઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch