Sun,17 November 2024,4:56 am
Print
header

સરકારી નોકરી કરતા દંપતી માટે આવ્યાં સારા સમાચાર, જાણો સરકારે શું લીધો મોટો નિર્ણય ?

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. સરકારે આજે પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી કે હવે પતિ-પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો બંને એક સ્થળ કે જિલ્લામાં કામ કરી શકશે,પહેલા એ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી કે પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય પરંતુ બંનેનું કામ કરવાનું સ્થળ અલગ જિલ્લામાં હોય અથવા ખુબ દૂર હોય. આ કારણથી બંનેને અલગ રહેવું પડે અથવા ગમે એ એક ને નોકરી મુકવી પડતી હતી, બદલી માટે અરજી કરે તો પણ તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દંપતીને મોટી રાહત મળશે. બંને અલગ જિલ્લામાં નોકરી કરતા હોય તો બદલી માટે પત્નીની નોકરીને ઓછામાં ઓછા એક વર્ષ અને પતિની નોકરીને બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોય તો ટૂંકા સમયમાં અને સરળતાથી બદલી મળી શકે. પતિ પત્ની બંને થોડા દૂર સ્થળ પર નોકરી કરતા હોય તો પતિની નોકરીને એક વર્ષ થઈ ગયું હોયને તે બદલી માટે અરજી કરે તો તેને મંજૂરી મળી શકે છે. સરકારના આ નિર્ણય પછી અનેક સરકારી કર્મચારી દંપતિને મોટો ફાયદો થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch