Sat,16 November 2024,7:55 am
Print
header

મોદી સરકારનો મોટો નિર્ણય, PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ- Gujarat post

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ચાલી રહેલી ફ્રી રાશન યોજનાને વધુ 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મફત રાશન યોજના આ વર્ષે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.તમને જણાવી દઈએ કે આ સ્કીમ 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે અને તેને લંબાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે, "ભારતની શક્તિ દેશના દરેક નાગરિકોની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 6 મહિના સુધી લંબાવાઈ છે. સપ્ટેમ્બર 2022."તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે."

આ યોજના 31 માર્ચના રોજ પૂર્ણ થવાની હતી

આગામી 30 સપ્ટેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે

કોરોનામાં લોકડાઉન લગાવ્યાં બાદ કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. તેના માટે સરકારે કરોડો રૂપિયાની રકમ ફાળવી હતી. આ અન્ન યોજના હેઠળ ગરીબોને મફતમાં વ્યક્તિ દિઠ 5 કિલોના દરથી અનાજ આપવામાં આવતું હતું. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch