Sat,16 November 2024,2:24 pm
Print
header

છોટા ઉદેપુરમાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભા, વિધર્મીઓનું ટોળું ધસી આવતાં થઈ જૂથ અથડામણ- Gujarat post

ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત 

 

છોટા ઉદેપુરઃ ધંધૂકાના કિશન ભરવાડ (kishan bharwad)ની હત્યાની ઘટના સામે રાજ્યભરમાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે. માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.છોટા ઉદેપુર (Chota udaipur)માં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાયરલ કરનારા સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુરમાં તંગદિલી ફેલાઇ છે.

મૃતક કિશન ભરવાડના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરોમાં બંધ પાળવામા આવી રહ્યો છે. છોટાઉદેપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતાં જૂથ અથડામણ થઇ હતી, જેને લઇને બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે. 

છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરતાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.ત્યારે અમારી પણ લોકોને અપીલ છે કે આ હત્યા મામલે ગુજરાત પોલીસ ઝડપી તપાસ કરી રહી છે અને માલધારી સમાજને ચોક્કસથી ન્યાય મળશે. જેથી લોકોએ શાંતિ જાળવી રાખવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch