પેપર લીક મામલે ફાર્મ હાઉસને લઇને થયો મોટો ખુલાસો
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વખત પેપર લીક મામલે વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આરોપ લગાવ્યાં બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા લીક થયું હોવાના આરોપ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું કે હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી અટકાવવામાં આવી છે. પરંતુ હાલમાં પેપર લીક થયા હોવાના કોઈ પુરાવા નથી.
વોરાએ હાથ ખંખેરતા કહ્યું છે કે તમામ 782 કેન્દ્ર પર શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કોઈ પણ સ્થળેથી ગેરરીતિ થઈ હોવાના કોઇ પુરાવા સામે આવ્યાં નથી. ટીવી મીડિયાના માધ્યમથી પેપર લીક થયું હોવાની માહિતી સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. જે વોટ્સએપ વીડિયો સામે આવ્યો છે તે પરીક્ષાના સમય બાદનો છે એટલે હજુ સુધી પોલીસને આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. અમને પુરાવા મળશે તો અમે કાર્યવાહી કરીશું.
બીજી તરફ ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલા ફાર્મ હાઉસ મામલે નવો ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયાની વાત છે તે ફાર્મ હાઉસના માલિક ડૉ. નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઇ ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે જે ફાર્મ હાઉસ નથી, તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યાં છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યાં છે.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ 8 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ છે. નોંધનિય છે કે હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. 782 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08