Sun,17 November 2024,1:11 pm
Print
header

ગુજરાતમાં કરોડોના કૌભાંડો, CM વિજય રૂપાણીએ GST હેડ ઓફિસમાં શું ચાલે છે તેની જાણકારી મેળવવી જરૂરી !

બદલીઓનું લિસ્ટ જોવા ઉપરની PDF ડાઉનલોડ કરો 

મહેશ આર પટેલ, એડિટર 

નાણાંમંત્રી નીતિન પટેલનો નાણાં વિભાગ હજુ ઉંઘમાં જ છે !

સરકાર કૌભાંડોનું એપિસેન્ટર નહીં પકડે ત્યાં સુધી કંઇ થશે નહીં !

અમદાવાદઃ ભાવનગર અને અલંગથી રાજ્યભરમાં જીએસટીના હજારો કરોડો રુપિયાના કૌભાંડો કેટલાક ઇમાનદાર અધિકારીઓને કારણે ઉજાગર થઇ રહ્યાં છે. હાલમાં જ ભાવનગરની માધવ કોપર નામની કંપનીઓ સહિતની બીજી કંપનીઓના અંદાજે 2 હજાર કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવ્યાં છે, જો કે માસ્ટર માઇન્ડ આરોપીને પકડી પાડવામાં જીએસટી વિભાગ હજુ નિષ્ફળ છે પકડાયેલા અન્ય આરોપીઓ પણ ઝડપથી જામીન પર છૂટી શકે છે. 

બદલીઓથી કૌભાંડો નહીં અટકે, કોઇ માસ્ટર પ્લાન બનાવો  

ગઇકાલે જ જીએસટી વિભાગે રાજ્યભરમાં 36 એસી લેવલના અધિકારીઓની બદલીઓ કરીને સંદેશ આપી દીધો છે કે ભાવનગરની માધવ કોપર જેવી કૌભાંડી કંપનીઓને છોડાશે નહીં, ખુદ નાયબ સીએમ નીતિન પટેલે પણ આવા કૌભાંડોની તપાસની ખાતરી આપી છે. જો કે નવાઇની વાત તો એ છે કે વિજય રૂપાણી સરકારના કૌભાંડો અટકાવવાના પ્રયાસો નિષ્ફળ દેખાઇ રહ્યાં છે સરકારે સમજવાની જરૂર છે કે માત્ર બદલીઓથી કંઇ થવાનું નથી, બદલીઓમાં એવા અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ કૌભાંડોમાં સામેલ નથી હોતા તેમ છંતા તેમને અન્યાય કરાઇ રહ્યો છે મોટી માછલીઓ સ્ટેટ જીએસટી કમિશનરની ઓફિસ અમદાવાદમાં બેઠી છે. ઘણા અધિકારી વર્ષોથી અહીં અડ્ડો જમાવીને બેઠા છે અને તેમની વિરુદ્ધમાં અનેક ફરિયાદો હોવા છંતા વિજય રૂપાણી સરકારને હજુ સુધી આ બધું ખબર જ નથી. સરકારે ખરેખર તપાસ કરાવવી જોઇએ કે સ્ટેટ જીએસટી વિભાગની હેડ ઓફિસમાં ખરેખર શું ચાલી રહ્યું છે કયા અધિકારી ભ્રષ્ટ છે અને કયા અધિકારી સરકારી તિજોરીને નુકસાન ન થાય તે માટે રાત દિવસ કામ કરી રહ્યાં છે. આવા ઇમાનદાર અધિકારીઓ સાથે મુખ્યપ્રધાને ખુદ બેઠક કરીને સરકારી તિજોરીને થઇ રહેલું નુકસાન અટકાવવું જોઇએ.

અધિકારીઓ-કર્મચારીઓમાં રોષ, નાણાં વિભાગ હજુ ઉંઘમાં !

જીએસટી વિભાગમાં એક પછી એક બદલીઓનો દૌર શરૂ થઇ ગયો છે, બોગસ કંપનીઓ બનાવીને માત્ર કાગળ પર ધંધો બતાવીને કરોડો રૂપિયાની આઇટીસી પાસ કરાવી લેવામાં આવી રહ્યાંનું ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ ભાજપ સરકાર હવે જાગી છે. સરકારની કામગીરીમાં સારા અધિકારીઓ-કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો છે. જે કૌભાંડીઓને મદદ કરી રહ્યાં છે તેવા અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી છે પરંતુ જે નિર્દોષ છે તેવા અધિકારી-કર્મચારીઓની બદલીઓ કરાતા તેમનામાં રોષ છે. તેઓની છબી પણ સરકારની નિષ્ક્રીયતાના કારણે ખરાબ થઇ રહી છે. માત્ર બદલીઓથી એ સ્પષ્ટ છે કે નીતિન પટેલનો નાણાંવિભાગ હજુ ઉંઘમાં જ છે ખરેખરે ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ થવી જોઇએ.

કૌભાંડોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે તપાસ કેમ નહીં !

એક સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ અચાનક થતુ નથી કોઇ અધિકારીઓની મદદ વગર શું આવું કૌભાંડ શક્ય છે ખરૂં ? ખાસ કરીને ભાવનગરમાંથી કેટલાક અધિકારીઓ મલાઇ ખાઇને તેનો ભાગ અમદાવાદની ઓફિસે પહોંચાડતા હોવાનું જ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે પરંતુ તેઓ મજબૂર છે કે સરકાર સુધી આ વાત પહોંચાડી શકતા નથી, આ ગોરખધંધા ઘણા સમયથી ચાલી રહ્યાં છે અને  છેક હવે વિજય રૂપાણી સરકાર જાગી છે જે જોતા સરકારે હવે બોગસ બિલિંગના કૌભાંડીઓ સામે સકંજો કસવા કોઇ માસ્ટર પ્લાન બનાવવો જરૂરી છે.

કૌભાંડોનો આંકડો કરોડોમાં પરંતુ ટેક્સ ચોરીની રિકવરી શું !

ગુજરાતમાં જીએસટી વિભાગે અનેક બોગસ બિલિંગના કૌભાંડો ઝડપી લીધા છે પરંતુ અહીં નવાઇની વાત તો એ છે કે એક એક કૌભાંડ 1 હજાર કરોડની આસપાસ હોવા છંતા ટેક્સ ચોરીની રિકવરીનો આંકડો ના બરાબર છે અગાઉ ઇલેક્ટ્રોથર્મ કૌભાંડ, ઉંઝા બિલિંગ કૌભાંડ, સુરત બિલિંગ કૌભાંડો જેવા અનેક કૌભાંડો સામે આવ્યાં પછી મુખ્ય આરોપીઓ તો હજુ બહાર જ ફરી રહ્યાં છે અને સરકારની વાહવાહી મેળવવા કેટલાક અધિકારીઓ મોટા મોટા આંકડાઓ જાહેર કરી દેતા હોય છે પરંતુ જ્યારે આવા અધિકારીઓને રિકવરીનો સવાલ કરીએ તો તેઓ ચૂપ થઇ જાય છે આવી રીતે જ રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. ત્યારે હવે રાજ્યની વિજય રૂપાણી સરકારે મેદાનમાં આવીને સાચી હકીકત જાણવી જોઇએ અને સરકારી તિજોરીને થઇ રહેલું કરોડો રૂપિયાનું નુકસાન અટકાવવું જોઇએ. અમે તમને જણાવી દઇએ કે માત્ર માધવ કોપર કંપનીએ જ 137 કરોડ રૂપિયાનો સરકારને ચૂનો લગાવ્યો છે આવી તો ગુજરાતમાં અનેક કંપનીઓ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch