Sun,17 November 2024,1:05 pm
Print
header

25 પેઢીઓ મારફતે રૂ. 739 કરોડનું કૌભાંડ, GST બોગસ બિલિંગમાં મોંહમંદ અબ્બાસ અને અન્ય કેસમાં શબાના ઝડપાઇ

અમદાવાદઃ રાજ્યમાં એક પછી એક કરોડો રૂપિયાના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યાં છે અંદાજે 10 જેટલા લોકોની થોડા જ દિવસોમાં ધરપકડ કરાઇ છે જેમાં હવે 25 પેઢીઓ મારફતે 739 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ સ્કેમમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં 135 કરોડ રૂપિયા આઇટીલીનું સ્કેમ કરાયું છે. અમદાવાદમાં અને ભાવનગરમાં સર્ચ દરમિયાન ભાવનગરથી મોંહમંદ અબ્બાસ રફીક અલી મેઘાણી ઉર્ફે એમ.એમની ધરપકડ કરાઇ છે જેની બીજા લોકોના દસ્તાવેજ પર બોગસ પેઢીઓ ઉભી કરીને માત્ર કાગળ પર બિઝનેસ કરીને સરકારી તિજોરીને મોટો ફટકો માર્યો છે.

સાથે જ અન્ય એક કેસમાં શબાના અસલમ કલીવાલની પણ ધરપકડ કરાઇ છે. એચ કે મેટલના શબાના અસલમે 87 કરોડ રૂપિયાના બોગસ બિલો બનાવીને 16 કરોડ રૂપિયાની વેરાશાખાનું કૌભાંડ કરી નાખ્યું છે હજુ એચ કે મેટલ સાથે જોડાયેલી અનેક કંપનીઓની તપાસ કરાશે. 

હાલમાં ભાવનગરની માધવ કોપર નામની કંપનીનું કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યાં પછી ભાવનગર, અલંગ, અમદાવાદમાં તપાસનો ધમધમાટ છે આ કંપનીના કૌભાંડનો આંકડો હજુ મોટો થવાની આશંકા છે. જો કે હજુ સુધી આ કૌભાંડમાં મોટા માથાઓ પકડાયા નથી, બીજી તરફ આ કૌભાંડને લઇને સ્ટેટ જીએસટી વિભાગે અનેક અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ કરી નાખી છે. નિર્દોષ અધિકારીઓ-કર્મચારીઓએ પણ ભોગવવું પડી રહ્યું છે જ્યારે ઉચ્ચ કેટલાક હપ્તાખોર અધિકારીઓ સામે વિજય રૂપાણી સરકારે કોઇ કાર્યવાહી કરી નથી, જો આરોપીઓની ઉંડી પૂછપરછ કરવામાં આવે તો તેઓ કયા અધિકારીઓ સુધી હપ્તા પહોંચાડતા હતા તે સામે આવી શકે છે. પરંતુ આ કૌભાંડ પણ થોડા જ સમયમાં દબાઇ જાય તેવી શક્યતા છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch