Sun,17 November 2024,5:10 pm
Print
header

BIG NEWS- એક મહિલાએ કરી નાખ્યું GST નું રૂ.577 કરોડનું કૌભાંડ ! અફઝલે 739 કરોડના બોગસ બિલો બનાવ્યાં

મહેશ આર પટેલ, એડિટર 

વર્ષોથી એક જ ઓફિસમાં ખુરશી પર જમાવટ કરીને બેઠેલા અધિકારીઓને હટાવો 

કૌભાંડોની વણઝાર, ભાજપ સરકારના રાજમાં વધુ એક 1300 કરોડ રૂપિયાનું કૌભાંડ 

અમદાવાદઃ ભાજપ સરકારના રાજમાં વધુ એક કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, આ વખતે પણ ભાવનગર-અલંગથી જ કરોડો રૂપિયાની આઇટીસી સગેવગે કરીને જીએસટીનું બોગસ બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગના કેટલાક ઇમાનદાર અધિકારીઓને કારણે 71 જગ્યાએ એક સાથે દરોડા કરાયા હતા જેમાં માધવ કોપર લિમિટેડ (ભાવનગર) બોગસ બિલિંગ કરીને 75 કરોડ રૂપિયાની આઇટીસી લઇ લીધી છે. ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ 739 કરોડ રૂપિયા અને પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) એ 577 કરોડ રૂપિયાના સ્ક્રેપ અને અન્ય બોગસ બિલો બનાવ્યાં હતા આ શખ્સોએ અંદાજે 1300 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે. આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હજુ પણ આ કૌભાંડમાં અનેક મોટા માથાના નામો આવી શકે છે.

71 જગ્યાઓએ 80 ટીમો ત્રાટકી

ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજ સહિત 71 જગ્યાઓએ સ્ટેટ જીએસટી વિભાગની 80 ટીમોના અધિકારીઓ દ્વારા દરોડા કરવામાં આવ્યાં હતા. ખાસ કરીને માધવ કોપરમાંથી આ કૌભાંડની શરૂઆત થઇ હતી, દરોડામાં દસ્તાવેજો, ડિઝિટલ સામગ્રીની વધુ તપાસ થઇ રહી છે જેમાં આ કૌભાંડનો આંકડો હજુ મોટો થઇ શકે છે.

લોકોના ડોક્યુમેન્ટ પર બોગસ પેઢીઓ

આ કૌભાંડીઓએ અંદાજે 50 જેટલી બોગસ પેઢીઓ જુદા જુદા લોકોના ડોક્યુમેન્ટ મેળવી લઇને બનાવી હતી જેમના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને માત્ર કાગળ પર બિઝનેસ બતાવીને ટેક્સની ચોરી કરીને સરકારને ચૂનો લગાવવામા આવ્યો છે. 

શું અધિકારીઓની મિલિભગત વગર આવા કૌભાંડો શક્ય છે ?

અગાઉ પણ ભાવનગર, અલંગ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં હજારો કરોડ રૂપિયાના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડો સામે આવ્યાં છે, ભાજપ સરકારના રાજમાં જે જીએસટીના અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ બેઠા છે તેમના પર અનેક વખત મિલિભગતના આક્ષેપો થયા છે આ બાબતે સીએમઓ સુધી ફરિયાદો પણ થઇ છે તેમ છંતા આવા અધિકારીઓ પર તેમના આકાનો હાથ હોવાથી કૌભાંડો થોડા જ દિવસોમાં ભૂલાઇ જાય છે અને ફરીથી ભ્રષ્ટ અધિકારીઓની દુકાનો શરૂ થઇ જાય છે જગજાહેર છે કે ભાવનગર- અલંગની એક મોટી ગેંગ દ્રારા બોગસ બિલિંગના ધંધા થઇ રહ્યાં છે આ લોકોએ હવે સુરતમાં પણ તેમની આવી બોગસ દુકાનો ખોલી દીધી છે તેમ છંતા માસ્ટર માઇન્ડ આરોપીઓ બહાર જલસા કરી રહ્યાં છે અને કેટલાક અધિકારીઓ પોતાની પ્રોપર્ટીઓ વધારીને ભાજપ સરકારની આબરૂ ઓછી કરી રહ્યાં છે

જો સમયસર આવા ભ્રષ્ટ અધિકારીઓને હટાવવામાં નહીં આવે તો 1300 કરોડની જગ્યાએ 13 હજાર કરોડના કૌભાંડો થતા વાર નહીં લાગે. આવા ભ્રષ્ટ અધિકારીઓ ડિપાર્ટમેન્ટમાં બેઠેલા સારા અધિકારીઓને દબાવીને રાખે છે અને પોતાની મનમાની કરીને તેમને કમિશન પુરૂં પાડતા બોગસ બિલિંગના કૌભાંડીઓને છાવરે છે આ મામલે સરકારે ખાસ કોઇ રસ્તો કરીને આવી ગંદકી સાફ કરવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch