Sat,16 November 2024,12:25 pm
Print
header

આખરે કૌભાંડી નિલેશ પટેલને ATS એ ઝડપી લીધો, GST ના અધિકારીઓ પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસ- Gujarat Post

નિલેશની કંપની માધવ કોપરનું અંદાજે રૂ.1000 કરોડનું કૌભાંડ 

માધવ કોપરની ઉંડી તપાસ થાય તો કૌભાંડનો આંકડો વધશે, અન્ય કંપનીઓ પણ સંડોવાયેલી 

અમદાવાદઃ ભાવનગરની માધવ કોપર કંપનીએ બોગસ બિલિંગનું અંદાજે 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે, આ કેસમાં કેટલાક આરોપીઓને જીએસટી વિભાગે ઝડપી લીધા હતા, પરંતુ કૌભાંડી નિલેશ પટેલ જીએસટીના અધિકારીઓને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો, જેને ગુજરાત એટીએસે ઝડપી લીધો છે. થોડા દિવસ પહેલા આરોપી અમદાવાદમાં હોવાની જીએસટી વિભાગને બાતમી મળી હતી, જેને આધારે અધિકારીઓ તેને પકડવા માટે પાલડી પહોંચ્યાં હતા. તેની ધરપકડ પરનો કોર્ટનો સ્ટે હટી જતા અધિકારીઓ તેની પાસે પહોંચ્યાં હતા. પરંતુ તે ફરાર થઇ ગયો હતો પરંતુ હવે તે એટીએસની ઝપેટમાં આવી ગયો છે.

અગાઉ પાલડી વિસ્તારમાં નિલેશે જેવા જીએસટીના અધિકારીઓને જોયા કે તે કાર લઇને ભાગી ગયો હતો, જેમાં અધિકારીઓ તેની પાછળ ગયા હતા, ટ્રાફિકને કારણે નિલેશે કાર ઉભી રાખવી પડી હતી ત્યારે તેની પાછળ ગયેલા અધિકારીઓની કાર પર રિવર્સમાં પોતાની કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં અધિકારીઓની કારને નુકસાન પહોંચ્યું હતુ. બાદમાં જીએસટી વિભાગે ગુજરાત એટીએસની મદદ લીધી હતી, હવે તે ઝડપાઇ ગયો છે, તેની પૂછપરછમાં નવા અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch