Mon,18 November 2024,10:12 am
Print
header

વધુ એક GST કૌભાંડ ઝડપાયું, આવી રીતે કરી 22.49 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી, પાંચ આરોપીઓ ઝડપાયા

- રૂપિયા 22.49 કરોડની કરચોરી કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ  
- મોરબીમાંથી ટાઇલ્સની ગાડીઓ ટેક્સ વગર બહાર લઇ જવાનું કૌભાંડ

- તમાકુ અને પાન મસાલાનું પણ કૌભાંડ

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ અને ટેક્સ ભર્યા વગર વાહનોમાં માલ લઇ જવાના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે, હાલમાં જ કરોડો રૂપિયાના બોગસ બિલિંગના કૌભાંડોમાં અનેક આરોપીઓની સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી છે, હવે મોરબીમાંથી ચાર ઇસમોની ધરપકડ કરાઇ છે. કિશન અઘારા, ધ્રુવ વારનેશીયા,ધવલ કુલતરીયા અને અવિનાશ માકાસણાની સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી લીધી છે. સામખિયારીથી ટાઇલ્સ લઇને જતી એક ટ્રક પકડાઇ હતી, જેની તપાસમાં સામે આવ્યું હતુ કે ટેક્સની ચોરી કરીને ખોટા બિલો પર કરોડો રૂપિયાનો સામાન જઇ રહ્યો છે.

સ્ટેટ જીએસટી વિભાગે અન્ય કેટલાક સ્થળો પર સર્ચ હાથ ધરતા અને મોબાઇલની ફોરેન્સીક તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓએ આવી રીતે 1300 જેટલા વાહનોમાં રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અન્ય શહેરોમાં ટેક્સચોરી કરીને ટાઇલ્સની ગાડીઓ મોકલી છે, જેમાં અંદાજે 39.89 કરોડના માલની હેરાફેરી સામે 7.18 કરોડ રૂપિયા જેટલી ટેક્સ ચોરી કરી છે. જેથી કલમ 69 અન્વયે 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

અમદાવાદ- સુરતમાં પણ ટેક્સચોરીનું કૌભાંડ

સુરતની જીએસટી મોબાઇલ સ્કવોર્ડ દ્વારા તાનસેન પાન મસાલા અને તમાકુ ભરેલા ત્રણ વાહનોને અટકાવીને તપાસ કરાઇ હતી. જેમાં ઇ-વેબિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો ન હોવાથી ઉંડી તપાસ કરાઇ હતી, જેના તાર અમદાવાદમાં નવકાર એન્ટરપ્રાઇઝ અને મે.નાકોડા એન્ડ કંપની સાથે નીકળ્યાં હતા. અહીં પાનમલાસા, ચા અને સાબુનો ધંધો પણ ચાલતો હોવાનું સર્ચમાં સામે આવ્યું હતુ અને ચિઠ્ઠીઓ સહિતનું સાહિત્ય જપ્ત કરાયું હતુ. તેની ઉંડી તપાસમાં અંદાજે 15.31 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી સામે આવતા મે.નાકોડા કંપનીના માલિક અનંત જીનેશ શાહની ધરપકડ કરાઇ છે. આમ સ્ટેટ જીએસટી વિભાગે કરોડો રૂપિયાની ટેક્સચોરી ઝડપીને પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે તેમની પાસેથી ટેક્સ વસૂલવાની કામગીરી કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch