Sat,16 November 2024,6:28 pm
Print
header

મોદી સરકાર ઝુકી, નવા વર્ષમાં રેડીમેડ ગારમેન્ટ્સ મોંઘા નહીં થાય, GST 5 ટકા જ યથાવત- Gujarat Post

સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગકારોની માંગ કરી પૂરી

12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ પુરતો સ્થગિત કરાયો

નવી દિલ્હીઃ રાજ્યો અને ઉદ્યોગોના વિરોધ બાદ કાપડ પર GSTમાં વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે નિર્ણય લીધો હતો કે 1 જાન્યુઆરીથી કાપડ પરનો GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવશે, સુરત સહિતના ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ પર GSTના વધારાનો જોરદાર વિરોધ કર્યો હતો.જે બાદ કાપડ પર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, વેપારીઓનું કહેવું હતુ કે જીએસટી વધવાથી તેમના બિઝનેસ પર મોટી અસર થશે. વિદેશી કાપડ વધુ વેચાશે અને કરચોરી પણ વધશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.અગાઉ આ બેઠક જાન્યુઆરીમાં થવાની હતી. GST કાઉન્સિલની અગાઉની બેઠકમાં રૂપિયા 1000 થી નીચેના રેડીમેડ કાપડ અને શૂઝ પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજની મીટીંગમાં રેડીમેઈડ ગારર્મેન્ટ પરનો વધેલો ટેક્સ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, જો કે,1 હજારથી નીચેના જૂતા અને ચપ્પલ પર 1 જાન્યુઆરીથી 5ના બદલે 12 ટકા ટેક્સ લાગશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch