Mon,18 November 2024,6:08 am
Print
header

ભાજપના ધારાસભ્યને ચડ્યો સત્તાનો નશો, પોલીસકર્મીને આપી સસ્પેન્ડ કરાવવાની ધમકી

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ સત્તાના નશામાં ચૂર થઈને ફરી રહ્યાં છે. પ્રજાના મતથી ચૂંટાયેલા ધારાસભ્યો લોકોના કામ કરવાને બદલે ધાક ધમકી આપીને ભય ફેલાવતાં થઈ ગયા હોય તેમ લાગે છે. અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થયો છે ધારાસભ્ય પ્રદીપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી ચાલી રહી હતી.

પ્રદીપ પરમારે કારમાંથી નીચે ઉતરીને પોલીસકર્મી સાથે બોલાચાલી શરૂ કરી હતી. તે સિવાય એકઠા થયેલા લોકોને સાલાને મારો હું બેઠો છું એમ કહ્યું હતું. રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવાની કામગીરી ટ્રાફિક પોલીસ કરી રહી હતી.

નેતાજીએ એએસઆઈ ઉદેસિંહ પટેલનો હાથ પકડીને અહીં ઉભા રહો કહીને હાથ ખેંચ્યો હતો. વધુમાં પરમારે એએસઆીને કહ્યું હતું કે હું કહું એટલે ઉભા રહેવાનું. નહીતર એક મિનીટમાં સસ્પેન્ડ થઇ જશો ઓળખો છો મને ? કહીને ધમકી આપી હતી.

ત્યાર બાદ પ્રદીપ પરમારે ટ્રાફિકના ડીસીપી તેજસ પટેલને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ઉદેસિંહ નામના જમાદાર અને રાજસ્થાન હોસ્પિટલ વિસ્તારમાં 50 વખત ક્રેન લઈને આવે છે વાહનો ટોઈંગ કરે છે. આમ કહીને પરમારે ડીસીપી સાથે એએસઆઈ ઉદેસિંહની વાત કરાવી હતી.આમ જાહેરમાં ધારાસભ્યએ પોલીસકર્મી સાથે દાદાગીરી કરીને તેમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. જો કે અહીં પોલીસકર્મીઓનો ત્રાસ હોવાનું પણ જનતા કહી રહી છે.

ભાજપના ધારાસભ્યની આ વીડિયો ક્લિપ વાયરલ થતાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપ શું પગલા ભરે છે તેના પર હવે સૌની નજર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch