Sat,16 November 2024,7:50 pm
Print
header

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો માટે માત્ર 27 જ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, અન્ય રાજ્યો કરતાં ખૂબ ઓછા- Gujarat Post

(File Photo)

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને લઈને ઘણા લોકો ઈલેકટ્રિક વાહનો તરફ વળ્યાં છે. ગુજરાત સરકાર ઈલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકોને સબ્સિડી સહિતના વિવિધ લાભ આપી રહી છે. પરંતુ ઈલેકટ્રિક વાહન ખરીદ્યા બાદ તેને ચાર્જિંગની જરૂર પડે છે, જે ગુજરાતમાં પેટ્રોલ પંપની જેમ સરળતાથી ઉપલબ્ધ નથી. સંસદમાં ઉર્જા મંત્રીએ જાહેર કરેલા આંકડા મુજબ, હાલ ગુજરાતમાં 13,270 ઈલેક્ટ્રિક વાહનો છે, જેની સાથે માત્ર 27 જ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે જે ઘણા ઓછા છે જેનાથી વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકો ઈલેક્ટ્રિક વાહનો વધુ સંખ્યામાં અપનાવતાં થાય તે માટે ચાર્જિંગ ઈન્ફાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. ગ્લોબલ ગુજરાત, વાયબ્રન્ટ ગુજરાતના બણગાં વચ્ચે વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ચાર્જિંગ સ્ટેશન ખૂબ ઓછા  છે. દિલ્હીમાં 322, ઉત્તરપ્રદેશમાં 108, તમિલનાડુમાં 94, મહારાષ્ટ્રમાં 88, તેલંગાણામાં 65, કર્ણાટકમાં 58, કેરળમાં 57, હરિયાણામાં 55 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે, ગુજરાતમાં આ સંખ્યા માત્ર 27 જ છે.

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 અંતર્ગત ટુ વ્હીલરમાં 20 હજાર, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ફોર વ્હીલરમાં 15 લાખ સુધીની સબ્સિડી આપવામાં આવે છે. ડિલર્સના કહેવા મુજબ રાજ્યમાં ગણ્યા ગાંઠ્યા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન હોવાને કારણે લોકો હજુ પણ ઇલેક્ટ્રિક વાહન લેતા ખચકાય છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડિલર્સ એસોસિએશનના જણાવ્યાં મુજબ રાજ્યમાં નવેમ્બર મહિનામાં 1755 ઈલેક્ટ્રિક વાહન વેચાયા હતા. જે ગત વર્ષની સરખામણી કરતા 10 ગણું વધારે હતું.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch