Mon,18 November 2024,6:04 am
Print
header

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂને લઇને સૌથી મોટા સમાચાર, ચાર મહાનગરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરાનાના કેસનો રોજનો આંકડો 900ની આસપાસ પહોંચતા સરકારની ચિંતા વધી છે જેને લઇને આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે, ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયૂ રહેશે અને કોઇ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જો કે ઇમરજન્સી સેવાઓ આ કર્ફ્યૂમાંથી બાકાત છે. અગાઉ રાત્રી કર્ફયૂનો સમય રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધીનો હતો જે આવતીકાલથી બદલાઇ જશે. હવે રાત્રે 10 વાગ્યે જ કર્ફયૂ લાગુ થઇ જશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની રેલીઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકટ જોવા ભેગ થયેલી ભીડને કારણે કોરોનાનો ખતરો વધી ગયો છે, સાથે જ સુરતમાં પણ કેસ વધી રહ્યાં છે રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ બધા નાગરિકોને રસી આપવામાં સમય જાય તેમ છે સામે કોરોનાના કેસ વધતા સરકારની ચિંતા વધી ગઇ છે જેને લઇને રાત્રી કર્ફ્યૂ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. સાથે જ નાગરિકોએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઇએ જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch