Sat,16 November 2024,3:01 pm
Print
header

Big News- દેશનું સૌથી મોટું બેંક લોન કૌભાંડ, CBI એ ABG Shipyard ના કૌભાંડીઓ સામે નોંધ્યો ગુનો- Gujarat Post

ઘણા સમયથી આરોપી ઋષી અગ્રવાલ સિંગાપોરમાં છુપાયો છે 

 

CBI એ ABG શિપયાર્ડ પર દાખલ કરી ફરિયાદ 
28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઇ 
દહેજ અને સુરતમાં આવેલી છે કંપની 

રૂષિ કમલેશ અગ્રવાલ સહિતના આરોપીઓ સામે કાર્યવાહી 

નવી દિલ્હીઃ અત્યાર સુધીનો દેશનો સૌથી મોટો લોન ગોટાળો સામે આવ્યો છે, ગુજરાતના દહેજ અને સુરતમાં કામ કરતી કંપની એબીજી શિપયાર્ડે 28 બેંકોમાંથી અંદાજે 22,842 કરોડ રૂપિયાની લોનનું કૌભાંડ આચર્યું છે. CBI દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જહાજ નિર્માણ કંપનીએ બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવી દીધો છે.

એબીજી શિપયાર્ડના ડિરેક્ટર ઋષી અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી, અશ્વિની અગ્રવાલ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી આ કંપનીએ 2925 કરોડ રૂપિયાની લોન લીધી હતી, ICICI બેંક પાસેથી 7089 કરોડ, IDBI પાસેથી 3634 કરોડ, બેંક ઓફ બરોડા પાસેથી 1614 કરોડ, પીએનબી પાસેથી 1244 કરોડ અને IOB પાસેથી 1228 કરોડ રૂપિયાની લોન લીધી હતી, કુલ લોનનો આંકડો 22 હજાર કરોડને પાર થઇ ગયો છે. આરોપીઓએ લોન ભરપાઇ ન કરીને બેંકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આ કૌભાંડ કિંગફિશરના વિજય માલ્યા અને નીરવ મોદીના બેંક લોન કૌભાંડો કરતા મોટું  છે. જેથી આ કૌભાંડના રાજકીય પડઘા પણ મોટા પડવાના છે, દેશની બેંકોની આર્થિક સ્થિત આ લોન કૌભાંડને કારણે બગડી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch