સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર પાસેથી રૂપિયા 2.27 કરોડની રોકડ અને 10 લાખના દાગીના જપ્ત
ગાંધીનગરની નાગરિક કો-ઓપરેટીવ બેંક અને કેનેરા બેંકના લોકરમાંથી તપાસ દરમિયાન રોકડ અને દાગીના મળી આવ્યાં
વર્ગ-2 અધિકારી સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિપૂણ ચોકસીના ઘરેથી રૂપિયા ચાર લાખની રોકડ મળી આવી
વર્ગ 2 અધિકારી પાસે મળી આવેલી રકમથી સર્વ શિક્ષા અભિયાનમાં ચાલતા મોટામસ અભિયાનની પોલ ખુલી
ગાંધીનગરઃ ગુજરાતના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) ના ઇતિહાસમાં અધિકારીઓએ અત્યાર સુધીની સૌથી મોટી રકમ અને દાગીના જપ્ત કર્યાં છે. ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિપૂણ ચોકસીને રૂપિયા 1.21 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. બાદમાં બે દિવસના રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એસીબીના અઘિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.કારણ કે નિપૂણ ચોકસીના ઘરેથી ચાર લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. બાદમાં ગાંધીનગર નાગરિક કો- ઓપરેટીવ બેંક અને કેનેરા બેંકના લોકરમાં તપાસ કરતા રૂપિયા 2.25 કરોડની રોકડ અને 10 લાખની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા હજુ પણ આ મામલે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ગાંધીનગર એસીબીએ ત્રણ દિવસ પહેલા ફરિયાદને આધારે ટ્રેપ ગોઠવીને નિપુણ ચોકસીને પાટણના સમીમાં બિલ્ડીંગ બનાવવાના બિલ પાસ કરાવવાના બદલામાં રૂપિયા 1.21 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો, બાદમાં બે દિવસના રિમાન્ડ બાદ પ્રથમ ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંધીનગર નાગરિક કો ઓપરેટીવ બેંકની મીના બજાર સચિવાલય શાખા અને સેક્ટર-6 બ્રાંચ તેમજ સેક્ટર 16 મા આવેલી કેનેરા બેંકની વિગતો મળી હતી.
આરોપી નિપુણ ચોકસીના નામે લોકર હોવાનું ખુલ્યુ હતું. મીના બજારની બેંક શાખામાંથી રૂપિયા 74 લાખની રોકડ મળી આવી હતી.સેક્ટર 6માં આવેલી શાખામાંથી 1 કરોડ 52 લાખ 75 હજારની રોકડ જપ્ત કરી હતી. સેક્ટર-16 માં કેનેરા બેંકના લોકરમાંથી 10 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યાં હતા. હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
ગુજરાતના એસીબીના ઇતિહાસમાં આ પહેલા ગાંધીનગરમાં સેક્ટર-11માં આવેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભાયા સોજીત્રા પાસેથી રૂ.1.28 કરોડની રોકડ અને દાગીના મળી આવ્યાં હતા.અમદાવાદ એસીબીએ વર્ષ 2015માં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી રમણલાલ ચારેલ પાસેથી રૂપિયા 37 લાખની રોકડ જપ્ત કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22