અમદાવાદઃ એસીબીએ વધુ એક લાંચિયા કર્મચારી અને કન્સલ્ટન્ટને લાંચ લેતા ઝડપી લીધા છે. શહેરમાં પશ્વિમ ઝોનના વર્ગ-3 વોર્ડ ઇન્સ્પેક્ટર પ્રકાશ નાથુજી ચૌહાણ, રાણીપ અને મનોજ દેવેન્દ્રકુમાર ત્રિવેદી કોર્પોરેશનમાં કન્સલ્ટન્ટને રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે પશ્વિમ ઝોનની ઉસ્માનપુરાની કચેરીમાં જ આ શખ્સો લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
ફરિયાદીએ 2017માં બે દુકાનો ખરીદી હતી અને આજદિન સુધી બંધ પડેલી આ દુકાનોમાં પ્રોપર્ટી ટેક્સમાં રજીસ્ટર માટે અને પ્રોપર્ટી ટેક્સ બિલ પાછું ફરિયાદીના નામે કરવા કર્મચારી અને વચેટિયાએ લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેથી તેમને એસીબીનો સંપર્ક કરીને આ ઓપરેશન પાર પાડ્યું હંતુ પહેલા લાંચિયા કર્મચારીએ 35 હજાર રૂપિયાની લાંચ માંગી હતી બાદમાં 30 હજાર રૂપિયામાં કામ કરી આપવા કહ્યું હતુ, જો કે હવે બંને લાંચિયા એસીબીની ઝપેટમાં આવી ગયા છે.
અમદાવાદ શહેર એસીબીના પીઆઇ કે.કે.ડીંડોડ અને સુપર વિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી અમદાવાદ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22