Sat,21 September 2024,8:22 am
Print
header

અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે જોરદાર વરસાદ

અમદાવાદઃ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 27 જુલાઈથી 5 ઓગષ્ટમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસ્સાનાં ડીપ ડિપ્રેશન બનશે, જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે.ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.

ગુજરાતમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ શકે છે, જેથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઇ શકે છે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 70 ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં પણ ધોધમાર  વરસાદની શક્યતા છે.

જો કે એક તરફ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે, બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch