Sun,17 November 2024,7:23 am
Print
header

દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે થયું અવસાન, 300 ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે

અમદાવાદઃ રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. રામાનંદ સાગરની 'રામાયણ'માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ 'લંકેશ'નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં. 82 વર્ષની વયે મંગળવારે રાત્રે તેમનું અવસાન થયું છે. તેઓ તેમના અંતિમ દિવસોમાં મુંબઈમાં હતા. અરવિંદ ત્રિવેદીનાં ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી હતી

મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં.1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. આ સાથે જ 2002માં તેમને  ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

અરવિંદ ત્રિવેદીએ ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ 'સંતુરંગીલી', 'હોથલ પદમણી','કુંવર બાઇનું મામેરૂં', 'જેસલ-તોરલ' અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ 'પરાયા ધન','આજ કી તાજા ખબર' જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch