Fri,01 November 2024,12:55 pm
Print
header

ખેરાલુની આશાએ જયરાજસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા, હવે ટિકિટ બીજા કોઇ નેતાને મળી- Gujarat Post News

જયરાજસિંહને ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ટિકિટ અન્ય કોઇને મળી 

ભાજપ સાથે વિશ્વાસથી જોડાયા હતા. પરંતુ ટિકિટનું ગણિત તેમના માટે ઉંધુ પડી ગયું

ગાંધીનગરઃ ભાજપ દ્વારા 181 ઉમેદવારો જાહેર કરાયા છે પાંચમી યાદીમાં ખેરાલુથી જયરાજસિંહ પરમારને ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ટિકિટનું ગણિત ઉંધુ પડી ગયું છે અને ચૌધરી સમાજના નેતાને ભાજપે ટિકિટ આપી છે. 

જયરાજસિંહને ન મળી ટિકિટ 

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠક પરથી પ્રબળ દાવેદાર હતા.જો કે, ભાજપે સરદાર ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યાં છે.આ સાથે જયરાજસિંહ પરમારનું ખેરાલુમાંથી પત્તુ કપાઇ ગયું છે. ભાજપે ખેરાલુમાંથી સરદાર ચૌધરી, માણસામાંથી જયંતિ પટેલ અને ગરબાડામાંથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. 

આ ફેક્ટર કામ કરી ગયું 

અર્બુદા સેનાએ ચરાડામાં ચૌધરી સમાજનું શક્તિનું પ્રદર્શન કર્યું હતું. સમાજ ભાજપ સરકાર વિરુદ્ધમાં થઇ ગયો હતો. જો કે હવે કોઈ રાજકીય નિવેદન આપવામાં આવ્યું નથી અહીં ભાજપ સાથે સમજૂતી થઈ ગયાના અહેવાલો છે. આ સ્થિતિમાં ભાજપે સરદાર ચૌધરીને ટિકિટ આપી છે.આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કપાઈ છે. ઠાકોર સમાજની બહુમતી હોવા છતાં ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં સમાજે અહીં જોરદાર પ્રદર્શન કર્યાં હતા, જેથી ભાજપે હવે બેઠકને સુરક્ષિત કરવા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch