Fri,01 November 2024,3:01 pm
Print
header

2 દિવસમાં કોંગ્રેસને ત્રીજો ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાઈ શકે છે- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. અન્ય એક ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાઇ શકે છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો મોહન સિંહ રાઠવા અને ભગા બારડે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

ગત મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 100 જેટલા નામો નક્કિ કરાયા છે. પ્રથમ રાઉન્ડમાં તમામ 89 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. થોડા જ સમયમાં ભાજપની ગુજરાતની પ્રથમ યાદી આવશે.

182 બેઠકોની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. સાથે જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં હાલ કુલ 4.90 કરોડ મતદારો છે, જેમાંથી 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 થર્ડ જેન્ડર વોટર્સ છે. 3.24 લાખ નવા મતદારો છે. મતદાન માટે કુલ 51,782 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે, 182 મોડેલ મતદાન મથકો હશે. ગુજરાત વિધાનસભાની મુદત આગામી તા.18 મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં કુલ 182 બેઠકો છે અને બહુમતનો આંકડો 92 છે. 182માંથી 13 વિધાનસભા બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે, અને 27 વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. 

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch