Sun,17 November 2024,2:16 pm
Print
header

ચિંતાજનક સમાચાર, ગુજરાત દેશમાં વરસાદની સૌથી વધુ ઘટ ધરાવતાં રાજ્યોમાં બીજા ક્રમે

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી,  સારો વરસાદ થશે તેવી આશા હતી પરંતુ ઓગસ્ટનું એક સપ્તાહ વીતી જવા છતાં સારો વરસાદ થયો નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હવે જો ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતી વ્યક્ત કરવામાં આવી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 9 ઓગસ્ટ સુધીમાં 44 ટકા વરસાદની ઘટ છે, જે દેશમાં બીજા ક્રમે છે. મણિપુરમાં અત્યાર સુધીમાં 57 ટકા વરસાદની ઘટ છે અને તે દેશમાં પ્રથમ ક્રમે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 1 જૂન થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં માત્ર 252.5 એમએમ વરસાદ પડ્યો છે, 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવું છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત બન્યું છે. જ્યારે આ સમયગાળામાં સામાન્ય સરેરાશ 450.7 એમએમ હોય છે. મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં 10 ટકા અને ગોવામાં 7 ટકા વધારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી. ગુજરાતમાં હાલ જ્યાં વરસાદની સૌથી વધુ ઘટ છે તેમાં -63% સાથે દાહોદ મોખરે છે. જે બાદ, -61% સાથે અરવલ્લી બીજા, -58% સાથે સુરેન્દ્રનગર ત્રીજા, -55 ટકા સાથે દાહોદ ચોથા, -53% સાથે દાહોદ-અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યના જે તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડયો છે તેમાં 1.81 ઈંચ સાથે બનાસકાંઠાના લાખાણી, 1.87 ઈંચ સાથે થરાદ, 2.08 ઈંચ સાથે કચ્છના લખપત, 2.48 ઈંચ સાથે પાટણના સાંતલપુર-બનાસકાંઠાના વાવ, 3.33 ઈંચ સાથે ખેડાના ઠાસરા, 3.62 ઈંચ સાથે ગળતેશ્વરનો સમાવેશ થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch