Sat,16 November 2024,10:22 pm
Print
header

આ છે ગુજરાત મોડલ ! રાજ્યમાં બે હજારથી વધુ બાળકો ભણવાની ઉંમરે માંગે છે ભીખ

(પ્રતિકાત્મક તસવીર)

નવી દિલ્હીઃ હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે. જેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. દેશમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતાં બાળકોની સંખ્યામાં ગુજરાત દેશમાં આઠમા ક્રમે છે. રાજ્યમાં બે હજારથી વધુ બાળકો ભણવાની ઉંમરે ભીખ માંગી રહ્યાં છે.

લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ગુજરાતમાં14 વર્ષની વય સુધીના 1982 જેટલા બાળકો ભીખ માગીને ગુજરાન ચલાવી રહ્યાં છે. આમ આ બાળકોના હાથમાં ભણવા-રમવાના સાધનો નહીં પણ ભીક્ષાનો કટોરો છે. ગુજરાતમાં ભીખ માગીને ગુજરાન ચલાવનારા બાળકોનો આ સત્તાવાર આંક છે, બિન સત્તાવાર આંક હજુ ખૂબ જ વધુ હોવાનો જાણકારોનો મત છે.

દેશના જે રાજ્યમાં સૌથી વધુ આવા બાળકો છે તેમાં ઉત્તર પ્રદેશ 10167 સાથે મોખરે છે. સૌથી વધુ બાળકો ભીખ માગતા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન 7167 સાથે બીજા, બિહાર 3396 સાથે ત્રીજા, પશ્ચિમ બંગાળ 3216 સાથે ચોથા, આંધ્ર  પ્રદેશ 3128 સાથે પાંચમાં જ્યારે મહારાષ્ટ્ર 3026 સાથે છઠ્ઠા સ્થાને છે. સૌથી વધુ બાળકો ભીખ માગતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે. સમગ્ર દેશમાં કુલ 45926 બાળ ભિક્ષુકો છે. દાદરા નગર હવેલી અને આંદમાન નિકોબારમાં જ એક પણ બાળ ભિક્ષુક ન હોવાનો દાવો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch