Thu,14 November 2024,11:14 pm
Print
header

પોરબંદરમાં ATS નું મોટું ઓપરેશન, ISKPના ચાર આતંકીઓની ધરપકડ કરાઇ

અમદાવાદઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમે પોરબંદરમાંથી પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ ઓપરેટિવ્સની ધરપકડ કરીને આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એટીએસની ટીમને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે (9 જૂન) એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રનની આગેવાની હેઠળ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે જણાવ્યું કે ATSને મળેલા ઈનપુટને આધારે પ્રતિબંધિત સંગઠન ISKPના ત્રણ ઓપરેટિવ્સની પોરબંદરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન,તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે. આરોપીઓ ઈરાન અને ત્યાંથી અફઘાનિસ્તાન જવાની તૈયારીમાં હતા. અહીં આતંકી તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાનો તેમનો ઈરાદો હતો.

શુક્રવારે સવારે પોરબંદરમાંથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ અને મોહમ્મદ હાજીમ શાહ તરીકે થઈ છે અને ત્રણેય શ્રીનગરના છે. તેમની પૂછપરછમાં વધુ બે નામો સામે આવ્યાં છે, તેઓ પણ ISKP સાથે સંકળાયેલા હતા. સુરતના સુમેરાબાનુ હનીફ મલેક છે અને શ્રીનગરના ઝુબેર અહેમદ મુન્શી ધરપકડ બાકી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને એટીએસની ટીમોની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાત પોલીસ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવી રહી છે અને આવનારા દિવસોમાં પણ એજન્સી આવું જ કામ કરશે. પકડાયેલા આતંકીઓમાં એક સુરતમાંથી અને ત્રણ પોરબંદરમાંથી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કામગીરી માટે પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

આરોપીઓની આતંકવાદી ગતિવિધિઓના સંબંધમાં શુક્રવારની આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે તેઓ ISKPમાં ટ્રેનિંગ લેવા માટે ભારતની બહાર ભાગી જવાની તૈયારી કરી રહ્યાં હતા અને છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર્સ તરફથી મેસેજ આપવામાં આવી રહ્યાં હતા.પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીએસની સ્પેશિયલ ટીમ સક્રિય હતી.

ઇનપુટ્સ અનુસાર ધરપકડ કરાયેલા ચાર આતંકીઓમાં સુરતની રહેવાસી સમીરા બાનો નામની મહિલા પણ છે. જેણે તમિલનાડુમાં લગ્ન કર્યાં હતા. તે ઈસ્લામિક સ્ટેટ મોડ્યુલ પર કામ કરતી હતી.તે 16 થી 18 વર્ષના છોકરાઓને ધર્માંતરણ માટે તૈયાર કરતી હતી

ગયા મહિનાની શરૂઆતમાં ATSએ એક મોટી કાર્યવાહીમાં અલ કાયદા સાથે સંબંધિત મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. 22 મેના રોજ એટીએસે અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, ચારેય બાંગ્લાદેશીઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch