Fri,15 November 2024,5:54 pm
Print
header

ગુજરાત ATS નું વધુ એક ઓપરેશન, દિલ્હીમાંથી રૂ.40 કરોડનું 8 કિલો હેરોઇન જપ્ત- Gujarat Post News

અમદાવાદઃ ગુજરાત એટીએસે વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે, આ વખતે દિલ્હીમાંથી 8 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 40 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. દિલ્હીના લાજપતનગરમાં અફઘાનિસ્તાનના નાગરિક હકબતુલ્લા પાસેથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે, તે આ જથ્થો અહીં કોઇને પહોંચાડવાની ફિરાકમાં હતો ત્યારે જ ગુજરાત એટીએસે તેને ઝડપી લીધો છે.

ગુજરાત એટીએસને મોટી સફળતા 

વિદેશમાંથી દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે ડ્રગ્સ

ડ્રગ્સ માફિયાઓ પર એટીએસની નજર

એટીએસ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો કંઇ રીતે તેની પાસે આવ્યો છે, થોડા સમય પહેલા પણ એટીએસે આવી જ રીતે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને દરિયાઇ માર્ગે પાકિસ્તાન જેવા દેશોમાંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે, જો કે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા એજન્સીઓની સતર્કને કારણે ડ્રગ્સ માફિયાઓ પર લગામ લાગી ગઇ છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાંથી પણ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch