Sat,16 November 2024,2:21 am
Print
header

ઓનલાઈન ડ્રગ્સ વેચતી ટોળકી રેવ પાર્ટી યોજતી હતી, છોકરીઓને ફસાવીને શોષણ કરતાં હોવાની ચર્ચા- Gujarat Post

(file photo)

  • ટોળકીએ રાજ્યના વિવિધ શહેરોમાં 50 થી વધુ નાની મોટી રેવ પાર્ટી યોજી હોવાની ચર્ચા
  • યુવતીઓને ગર્લફ્રેન્ડ બનાવીને દારૂ, ડ્રગ્સની લત લગાડી
  • યુવતીઓને નશાની આદત પડ્યા બાદ પૈસા ન હોય તો શારીરિક શોષણ કરાતું હોવાની ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ઓનલાઈનની આડમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતી ટોળકીને લઈ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. આ ટોળકી રેવ પાર્ટી યોજતી હતી અને ગ્રુપના 10 જેટલા લોકો ભેગા થાય એટલે હોટલના રૂમ કે ફાર્મ હાઉસમાં ડ્રસ, દારૂની પાર્ટી યોજતા હતા. ટોળીના સભ્ય આકાશ સામે થોડા દિવસો રહેલા અમરેલીના રાજુલામાં મહેફીલનો કેસ થયો છે.

પોલીસના કહેવા મુજબ નશાની લત લાગી ગયા બાદ અમુક યુવતીઓનું શોષણ કરવામાં આવતું હતુ. જો કોઈ યુવતી હિંમત બતાવીને ફરિયાદ નોંધાવશે તો પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો ખૂલી છે કે ડ્રગ્સનો ગોરખધંધો કરતા અમુક તત્વો એસજી હાઈવે પર અમુક કેફે પર આવતાં યુવક-યુવતીઓને ટાર્ગેટ કરી ધંધો કરે છે. નશાનો એક ડોઝ મફત મળશે તેવી લાલચ આવીને નવા યુવક-યુવતીઓને ડ્રગ્સના રવાડે ચઢાવતા હતા.

ગુજરાત એટીએસની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આકાશે ગાંજો વેચવાની શરૂઆત જૂન 2019થી કરી હતી. ચરસ-જૂન 2020 અને ડ્રગ્સ માર્ચ 2021થી વેચવાનું શરૂ કર્યુ હતુ.આકાશ અમદાવાદનું અને કરણ રાજકોટમાં ડ્રગ્સનું નેટવર્ક સંભાળતો હતો.ધીમે ધીમે નશીલા પદાર્થોની માંગ વધતાં ઓનલાઈનની આડમાં હોમ ડિલીવરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં આકાશ, કરણ, સોહિત અમદાવાદ, રાજકોટ, વડોદાર, ભાવનગર અને સુરતમાં 50 જેટલી રેવ પાર્ટી યોજી ચૂક્યાં છે. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના કહેવા મુજબ ડ્રગ્સનું નેટવર્ક મોટા પ્રમાણમાં ફેલાયેલું છે. પૈસા ન હોય તેવી યુવતીઓને ડ્રગ્સ માટે સેક્સ રેકેટમાં સામેલ કરવામાં આવતી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch