Sat,16 November 2024,6:20 pm
Print
header

ભાજપ સરકાર માટે માથાનો દુખાવો બન્યાં યુવરાજસિંહ ! ઉર્જા ભરતી કૌભાંડમાં ધીમે ધીમે રજૂ કરી રહ્યાં છે પુરાવા- Gujarat Post

- પોલીસ પુરાવા શોધવામાં નિષ્ફળ રહી તો પછીથી યુવરાજસિંહ પુરાવા આપીને ભાજપનું નાક કપાવી શકે છે !
- નોકરીથી વંચિત અનેક ઉમેદવારો યુવરાજસિંહને ફોન કરીને આપી રહ્યાં છે માહિતી 
- દિલીપ ડાહ્યાંભાઇ પટેલે સમગ્ર આરોપ નકારી કાઢ્યાં, પોતે નિર્દોષ હોવાની કરી વાત 
- જો ગુનો સાબિત થઇ જશે તો નોકરીએ લાગેલા ઉમેદવારોને થશે જેલ !

ગાંધીનગરઃ ગુજરાતની ભાજપ સરકારના નાક નીચે એક પછી એક ભરતી પરીક્ષામાં કૌભાંડો થઇ રહ્યાં છે અને ટીવી ડિબેટમાં ભાજપના પ્રવક્તાઓ પાસે પોતાનો ખોટો બચાવ કર્યાં સિવાય કોઇ રસ્તો નથી. હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા પછી પરીક્ષા કેન્સલ કરવી પડી હતી, હવે યુજીવીસીએલ અને એમજીવીસીએલની ઓનલાઇન પરીક્ષાઓમાં ગોટાળા થયા મામલે ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આજે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને ઉર્જા ભરતી કૌભાંડને લગતા કેટલાક પુરાવાઓ રજૂ કર્યાં છે. જેનાથી ભાજપ સરકારની ઉંઘ ઉડી ગઇ છે.

યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે, 16-16 લાખ રૂપિયા લઇને સરકારી નોકરી અપાવ્યાંના કેસમાં બાયડના શિક્ષક અરવિંદ પટેલ અને ઇટાળા પ્રાથમિક શાળા, ગળતેશ્વરના શિક્ષક દિલીપ ડાહ્યાંભાઇ પટેલની ભૂમિકાની તાત્કાલિક તપાસ થાય તેવી માંગ કરી છે.કૌભાંડીઓએ પોતાના પરિવારના 45 જેટલા ઉમેદવારોને પૈસાના જોરે નોકરી લગાવી દીધાના આરોપ લગાવ્યાં છે, માંગ કરાઇ છે કે જે કોમ્પ્યુટરો માંથી પરીક્ષા લેવાઇ હતી તેની તપાસ થવી જોઇએ.

યુવરાજસિંહે અનેક વચોટિયાઓના નામનો પર્દાફાશ કરીને આ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે જો કે હજુ સુધી તેઓ કોઇ ઠોસ પુરાવા આપી શક્યા નથી, પરંતુ યુવરાજસિંહ કદાચ રાહ જોવા માંગે છે કારણ કે આ કેસની તપાસ અરવલ્લી પોલીસ કરી રહી છે અને જો પોલીસ તેમાં નિષ્ફળ રહી તો પોતાની આદત પ્રમાણે યુવરાજસિંહ પાછળથી મોટા પુરાવા મીડિયા સમક્ષ મુકીને ભાજપ સરકારનું નાક કપાવી શકે છે.

બીજી તરફ નોકરીથી વંચિત રહી ગયેલા અનેક ઉમેદાવારો આ કૌભાંડની કડીઓ યુવરાજસિંહ સુધી પહોંચાડી રહ્યાં છે પહેલી જ વખત એવું બની રહ્યું છે કે યુવરાજસિંહ પાસે પુરાવાનો જથ્થો ભેગો થઇ રહ્યો છે અને ભાજપ સરકારની ચિંતા વધી રહી છે. લાખો બેકાર વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ઉઠી રહ્યો છે, રાજ્યમાં પરીક્ષાઓમાં પારદર્શિતા નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં પણ ભાજપે નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch