Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય ગઈકાલે રાત્રે 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકીને ગુજરાતના જખૌ બંદર નજીક કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પાર કરી ગયું હતું. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત હવે સમુદ્રથી જમીન તરફ આગળ વધી રહ્યું છે અને તેની ઝડપ ઘટીને 105 થી 115 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. ગુજરાતમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, હવે હવામાન વિભાગે 16 જૂને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે આગામી 5-6 કલાક ગુજરાત માટે ભારે છે, કચ્છમાં 2 કલાકમાં 78 મિમી વરસાદ ખાબક્યો હતો. કચ્છમાં હજુ વરસાદ ચાલુ છે. 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. 524 થી વધુ વૃક્ષો પડી ગયાના સમાચાર છે. 22 લોકોને ઇજા પહોંચી છે, 30 પશુઓના મોત થયા છે.
હાલ વાવાઝોડું પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યું ગયું છે. આવતીકાલથી વીજળી ચાલુ કરવાની કામગીરી શરૂ કરાશે. પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારેની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી નુકશાનીનો સર્વે શરુ કરાશે.
#WATCH | Gujarat: Kutch witnesses effect of #CycloneBiporjoy. Trees uprooted due to strong wind. pic.twitter.com/sCcWnQSuKm
— ANI (@ANI) June 16, 2023
ચક્રવાતી તોફાન બિપરજોય આજે દક્ષિણ રાજસ્થાન પહોંચશે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
#WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ
— ANI (@ANI) June 16, 2023
ચક્રવાત બિપરજોય 10 દિવસ સુધી અરબી સમુદ્રમાં પ્રસર્યા બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. ચક્રવાતને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. ભાવનગરમાં ભારે વરસાદથી એક વ્યક્તિ અને તેના પુત્રનું મોત નીપજ્યું હતું. અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 2.30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત હતુ, અને આજે તે આગળ વધી રહ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56