Fri,01 November 2024,4:54 pm
Print
header

પાટીલે કેજરીવાલ પર કર્યાં આકરા પ્રહાર, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા લોકો ધર્મ વિરોધી- Gujarat Post

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજધાની દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યાં છે. તેમને કહ્યું કે આવા લોકો ધર્મ વિરોધી છે, આ લોકોને તહેવારોની ઉજવણી કરતા રોકી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારે ગયા મહિને ફરીથી 1 જાન્યુઆરી 2023 સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આમ જોવા જઇએ તો છેલ્લા બે વર્ષથી રાજધાનીમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જ્યારે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે તાજેતરમાં કહ્યું હતું કે નવી દિલ્હીનીમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી છ મહિના સુધીની જેલની સજા અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.

આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના સીએમ આ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અનેક વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. જે ભાજપની ચિંતા વધારી રહ્યાં છે. ત્યારે પાટીલે કાર્યક્રમ સંબોધતા કહ્યું કે આજે મેં સમાચાર વાંચ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે.એ ભાઈ ગુજરાતમાં ચૂંટણીને લઇને આવી રહ્યાં છે. તો પછી તમે અહીં ફટાકડા કેવી રીતે ફોડશો ? તેથી કૃપા કરીને એવા લોકોને ઓળખો કે જેઓ ધાર્મિક કટ્ટર છે અને ફટાકડા ફોડવાનો પણ વિરોધ કરે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટના આદેશ પછી લગાવવામાં આવ્યો છે અને ભાજપના આ નેતા કોર્ટનું અપમાન કરી રહ્યાં છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે, કેજરીવાલે દિવાળી પર દિલ્હીમાં લોકોને બે-ત્રણ કલાક સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવી જોઈએ.  જો કે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાને કારણે કેજરીવાલે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch