Sat,16 November 2024,6:31 pm
Print
header

જાણો, ગુજરાત બોર્ડ ધો.6 થી 12ના અભ્યાસક્રમમાં નવા 7 કયા વૈકલ્પિક વિષયો ઉમેરશે- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેપલોપમેન્ટ થાય તે માટે સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના કોર્સમાં નવા વૈકલ્પિક વિષયો દાખલ કરવામાં આવશે, વિદ્યાર્થીઓને ફરજિયાત વૈદિક ગણિત પણ શિખાડવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે હેતુથી સરકાર દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11 અને 2022-23થી ધો.12માં 7 નવા વૈકલ્પિક વિષયો દાખલ કરવામાં આવશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.નવી શિક્ષણનીતિ અંતર્ગત 2022-23થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિતનો અભ્યાસ કરાવવામાં આવશે.આ વર્ષે ધો. 6,7 અને 9 માં આ અંગે એક કોર્ષ શરૂ થશે.આ અભ્યાસ આવતા વર્ષથી ધો.8થી 10માં શરૂ કરાશે. આ સિવાય જુદા જુદા ધોરણમાં એક બ્રીજ કોર્ષ પણ શરૂ કરાશે, આ નિર્ણયનો ચુસ્તપણે અમલ થશે.અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે.

નવા વૈકલ્પિક વિષયોમાં એપરલ અને મેઈડ, પ્રાકૃતિક ખેતી, ઓટોમોટિવ, UPS અને હોમ ફર્નિશિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, બ્યૂટી એન્ડ વેલનેસ, રિટેલ, ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી આ તમામ વિષયોમાંથી વિદ્યાર્થીઓ પસંદ કરી શકશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch