Sat,16 November 2024,10:11 am
Print
header

ગુજરાત બજેટ 2022: ખેતી અને જળ સંપતિ વિભાગ માટે કરી આ જાહેરાતો - Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતના આ વર્ષના બજેટમાં રવિપાક માટે ખેડૂતો માટે વ્યાજ સબવેન્શન સ્કીમ જાહેર કરાઇ છે. કૃષિ ક્ષેત્ર માટે 7737 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે, પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોગવાઈ, સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે 213 કરોડ રૂપિયાની જોગવાઈ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રિકીકરણ મશિનરી ખરીદીમાં સહાય માટે 260 કરોડની ફાળવણી, ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ, ડ્રોનના ઉપયોગથી ખાતર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા 35 કરોડની જોગવાઈ, રાસાયણિક ખાતર પૂરું પાડવા અને ખાતર સંગ્રહ માટે 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ છે.

ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં જોગવાઈ

જળ સંપતિ વિભાગ માટે 5339 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં સૌની યોજના માટે 710 કરોડની જોગવાઇ કરાઈ છે. અરવલ્લીના 102 તળાવ ભરવા 45 કરોડ રૂપિયાની જોગવાઇ, સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજ માટે 35 કરોડ, ધરોઇ બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 30 કરોડની જોગવાઇ, થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન માટે 70 કરોડ, અમદાવાદના નળકાંઠાના ગામોને સિંચાઈનું પાણી આપવા 25 કરોડની જોગવાઇ, નર્મદાના પુરના વધારાના પાણીને કચ્છ પહોંચાડવાની યોજના માટે 272 કરોડની જોગવાઇ, દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ બેરેજ અને વિયર યોજના માટે 94 કરોડ તેમજ નર્મદા નદી પર મીઠા પાણીનુ સરોવર બનાવવા ભડાભૂત બેરેજ માટે 1240 કરોડ ફાળવાયા છે.કચ્છમાં ચેકડેમ બનાવવા માટે 65 કરોડની જોગવાઇ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાટણ અને બનાસકાઠામાં પાણી આપવા 93 કરોડની જોગવાઇ, નર્મદા યોજના માટે વર્ષ 2022ના બજેટમાં 6090 કરોડ રૂપિયા ફાળવાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch