Sat,16 November 2024,4:22 pm
Print
header

રાજ્યમાં કોરોના વિસ્ફોટ, આજે નવા 12,753 કેસ નોંધાયા, 5 દર્દીઓનાં મોત- Gujarat

કોરોનાના લીધે વધુ 5 લોકોએ જીવ ગુમાવ્યો

રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 70,374

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,753 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને(Corona) લીધે વધુ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત(Gujarat) માં કોરોનાના  એક્ટિવ કેસની સંખ્યા 70,374 પર પહોંચી છે.અમદાવાદ શહેરમાં (Ahmedabad) 4340, સુરત શહેરમાં(Surat) 2955, વડોદરા શહેરમાં (vadodra)1207, રાજકોટ શહેરમાં(Rajkot) 461 કેસ નોંધાયા છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, 70279 નાગરિકો સ્ટેબલ છે.આજે કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 429 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7311 લોકોને પ્રથમ અને 23942 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 42220 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 62142 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના બાળકોને રસીના 58291 પ્રથમ ડોઝ આપવામાં આવ્યાં છે. પ્રીકોશન ડોઝ 69244 લોકોને અપાયો છે. આજે કુલ 2,63,593 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,50,62,411 લોકોને રસી અપાઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch