Sat,16 November 2024,6:08 pm
Print
header

સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ- Gujarat post

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે પાંચ હજારની આસપાસ કેસ નોંધાયા બાદ આજે પણ 5677 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,07,013 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ 1359  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 22901 કેસ છે. જે પૈકી 25 વેન્ટીલેટર પર છે, 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યું થયું નથી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2521, સુરત કોર્પોરેશનમાં 1578, વડોદરા કોર્પોરેશનમાં 271, રાજકોટ કોર્પોરેશનમાં 166, વલસાડ 116, રાજકોટ 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડા 64, કચ્છમાં 63, ભાવનગર કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશનમાં 53, ગાંધીનગર કોર્પોરેશન 51 કેસ નોંધાયા છે.

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 264 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11657 લોકોને પ્રથમ અને 30372 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 84644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 87484 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 92581 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch