Mon,18 November 2024,2:05 am
Print
header

હે ભગવાન આવા દ્રશ્યો ફરી ન બતાવતાં ! પતિની સારવાર માટે રીક્ષામાં ઓક્સીજન બાટલો ચઢાવીને પત્ની ઠેર ઠેર ભટકી પણ..

અરવલ્લીઃ ગુજરાતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ જ નથી લઈ રહી. મહાનગરોથી માંડી નાના શહેરો, ગામડાઓમાં હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, જેને કારણે ગરીબ લોકોને કોરોનાની સારવાર માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યરત કરાયેલી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દર્દીને સારવાર ન મળતાં લોકોએ નેતાઓ પર રોષ ઠાલવીને તેમને શ્રાપ આપ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

અરવલ્લીમાં હોસ્પિટલો હાઉસફુલ થવાથી કોરોના દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે 24 કલાકોથી દર્દી રિક્ષામાં ઓક્સીજન સહારે સારવાર માટે વલખાં મારી રહ્યો હતો. ગરીબ પરિવારે રીક્ષામાં ઓક્સીજન સિલિન્ડર સાથે હોસ્પિટલો ખૂંદી પણ કોઈ તબીબે દર્દીને સારવાર આપવાની તસ્દી લીધી નહોતી.મહિસાગરના વડધરી ગામનો પરિવાર સારવાર મળવાની આશાએ અરવલ્લી આવ્યો હતો પણ   કોઈજ દવાખાનામાં જગ્યા નહીં મળતા દર્દીને લઇ પરિવાર મહીસાગર પરત ગયો હતો.

તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીને હળવા લક્ષણો હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવા જગ્યા મળી ગઈ હતી અને આવા ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓને અનેક જગ્યાએ ભટક્યા બાદ પણ સારવાર મળતી નથી. જેને લઈ લોકો નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch