Mon,18 November 2024,3:48 am
Print
header

ગુજરાતમાં કોરોનાના નવા આંકડાથી તમે ચોંકી જશો, 24 કલાકમાં વધુ 2190 કેસ આવ્યાં

ગાંધીનગરઃ કોરોનાનો ખતરો વધી રહ્યો છે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ નવા 2190 કેસ નોંધાય છે. જ્યારે 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓનાં મોત થઇ ગયા છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 10134 છે, 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

સૌથી વધુ ખતરો અમદાવાદ અને સુરતમાં દેખાઇ રહ્યો છે અમદાવાદમાં 604 અને સુરતમાં 745 કેસ નોંધાયા છે. સુરતમાં 4, અમદાવાદમાં 1, રાજકોટમાં 1 એમ કુલ 6 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં રસીકરણ થઇ રહ્યું છે પરંતુ કોરોનાનો ખતરો પણ વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch