Mon,18 November 2024,1:51 am
Print
header

હવે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા મોકૂફ રાખવા માંગ

ગાંધીનગરઃ કેન્દ્રના શિક્ષણ વિભાગે સીબીએસઇની ધોરણ-10ની પરીક્ષા રદ્દ કરી દીધી છે અને ધોરણ-12ની પરીક્ષા મોકૂફ કરી દીધી છે આ બધાની વચ્ચે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ મોકૂફ કરવાની માંગણી વધુ તેજ બની છે. ઓલ ગુજરાત વાલી મંડળે મંગળવારે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને વિવિધ માંગણીઓ કરી હતી. જેમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ કરવામાં આવે. સાથે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા મોકુફ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ માસ પ્રમોશનની શક્યતા અંગેના સંકેતો આપ્યાં હતા અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ નહીં રહે તેમ સ્પષ્ટ કહ્યું હતું. 

હવે ઓલ ગુજરાત વાલી મંડળે માંગણી કરી છે કે જો સીબીએસઇની પરીક્ષા રદ થઇ શકતી હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પણ રાજ્ય સરકારે રદ કે મોકૂફ કરવી જોઇએ. જેથી કોરોનાની આ સ્થિતીમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ન મુકાઇ. જો કે સુત્રોના જણાવ્યાં મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં સરકાર પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત કરી શકે છે. આવતીકાલે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ બાદ આ નિર્ણય આવી શકે તેમ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch